દુરિત કૂપે પડ્યો હું હે જગત્રાતા !
લોભન લતા નિરખી મુજ પાય ચૂક્યો
હે જગત્રાતા !

શ્રવણ ન ધરી તુજ મંગલ વાણી
કૂપમુખ અંધ બની ચરણ મૂક્યો
હે જગત્રાતા !

કરૂણ રૂદન સુણી તાત ! ઉગારો
નીરખી દિવ્ય પ્રભા હું અતિ ભૂખ્યો
હે જગત્રાતા !
દુરિત ફૂપે પડ્યો

નરસિંહરાવ દિવેટીઆ

 

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને વૃંદ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા