નહીં કરું ગુસ્સો હવે,
હાથ તો છોડો હવે.

ભાર લાગે છે મને,
પાંપણો ઉંચકો હવે.

હા ભલે મળશું નહીં,
ફોન તો કરજો હવે.

ફૂલ જેવું ક્યાં રહ્યું,
ઘાસને સુંઘો હવે.

વાર તો અહીંયા નથી,
ભીંતથી નીકળો હવે.

-કૈલાસ પંડિત

સ્વરઃ હેમા દેસાઈ
સ્વરાંકનઃ આશિત દેસાઈ