દર્દને ગાયા વિના – આશિત દેસાઈ
Sep 26
ગઝલ Comments Off on દર્દને ગાયા વિના – આશિત દેસાઈ
![](http://gujaratigazal.com/wp-content/uploads/2020/10/ashit-desai.jpg)
દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો.
બીક લાગે કંટકોની જો સતત,
ફૂલને સુંઘો નહીં જોયા કરો.
કેમ આવ્યા આ જગે રડતા તમે?
જિંદગી આખી હવે રોયા કરો.
લાગણીની વાત ના કરશો તમે
આંખના સંબંધને રોયા કરો
લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,
રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?
– કૈલાસ પંડિત
સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ