દિલ મહી તારા સ્મરણ ના ભાર થી
Apr 24
ગઝલ Comments Off on દિલ મહી તારા સ્મરણ ના ભાર થી
દિલ મહી તારા સ્મરણ ના ભાર થી
જીવતો લાગુ ફક્ત હું બ્હાર થી
કે, દિલાસા ની જરૂર પડતી નથી
હું ગઝલ લખતો થયો છું જ્યાર થી
ઓ ખુદા દુખ દે તો પારાવાર દે
કઈ ફરક પડતો નથી બે-ચાર થી
હું દુખો ને પણ ગણું છું અવસરો
તે રડ્યા’તા મારી સાથે જ્યાર થી
લાલ જોડા માં સજેલી જોઈ ને
હું વળ્યો પાછો સનમ ના દ્વાર થી
હોઠ આ “સાહેબ” ના મલકી ઉઠ્યા
ભૂલ થઇ લાગે છે તારણહાર થી
-ટેરેન્સ જાની ”સાહેબ”
સ્વર: નિધી મહેતા