દીલ હોય અમીર બિરાદર તો
બે હાલ છતાં ય અમીરી છે .

કંગાલ જીગર જો હોય નહી,
કંગાલી માંહે અમીરી છે .

ધન આવે ને વહી જાય ભલે,
હક્ક જાળવજે હક્ક નું ખાજે.

ના હીણ કમાઈ પર નભતો ,
એ તારો ન્યાય અમીરી છે .

સ્વર : રાજેશ વ્યાસ
સ્વરાંકન : ડો ભરત પટેલ