જા રે કોયલડી આંબલીયે જા
મહિયર ની માયા મેલી દે ને મીઠડી
જા તારા પ્રિયતમની સાથે રે જા
મહિયર છોડીને તારે સાસરિયે જા

લીલુડા વનની ઓ રે કોયલડી
પ્રીતના રે ટહુકા વેરજે કોયલડી
માવડીના કાળજાનો કટકો કોયલડી
અંતરના આશિષ ઝીલજે કોયલડી

આંબલિયે મહોરશે મીઠી રે મંજરી
હૈયાના હેતે વાગે ‌પ્રીતની રે ખંજરી
સ્નેહ ની સુવાસ લઈ સાસરિયે સંચરી
ગુણલા‌નો દાયજો દીપાવજે કોયલડી..

-મહેશ સોલંકી “બેનામ”

સ્વર : પ્રગતિ મહેતા વોરા

સ્વરાંકન : અબ્દુલભાઈ ખાવરા