કેવા રે મળેલાં મનનાં મેળ
રૂદિયાના રાજા કેવા રે મળેલાં મનનાં મેળ
ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાની જાળી
જેવી માંડવે વીંટાય નાગરવેલ
રૂદિયાની રાણી એવા રે મળેલા મનના મેળ

તુંબુ ને જંતરની વાણી
કાંઠાને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ સોહે સંધ્યાવેળ
રૂદિયાના રાજા એવા રે મળેલાં મનનાં મેળ.

સંગનો ઉમંગ માણી
જીંદગીને જીવી જાણી
એક રે કયારામાં જેવા ઝૂકયાં ચંપોકેળ
રૂદિયાના રાજા એવા રે મળેલા મનના મેળ.

-બાલમુકુન્દ દવે

સ્વર :જનાર્દન રાવળ અને હર્ષદા રાવળ