સજળ એની  આંખો  હજી કંઈ  કહે  છે
જરૂરથી  આ  રણની   તળે  કંઈ વહે  છે

સવાલો   ન   પૂછ્યા    કદી    એટલે   કે
એ એવી  જ  રીતે   મને   પણ   ચહે  છે

સમય અહીં સ્થગિત છે, ઉધામા નિરર્થક,
ટકી   એ   શકે   જે, એ  ક્ષણમાં  રહે છે

પ્રતીક્ષાના  કોઈ   વિકલ્પો   નથી   અહીં
પ્રસવની  આ  પીડા ખુદા   પણ  સહે  છે

-ચિંતન નાયક

સ્વર : પ્રહર વોરા
સ્વરાંકન : પ્રહર વોરા