ઓછું પડે તો માફી દઇ દો
મસ્તક તમારે ચરણે ઝૂક્યું છે
ખોબામાં સાગરને ઘર ઊંચકી લાવી
સરિતાને કેવું આ અવળું સૂઝ્યું છે

ઊંચા ગગનથીય લગનને લગાવી
ગિરીરાજ જેવા તમે ઊંચા દીસો છો
હું તો છું ઝરણું તમારા ચરણ નું
ચરણોને ધોવા ચરણે ઝૂક્યું છે

કિસ્મત ને કેવી ક્રૂર છે કસોટી
કે ચાતક થી વર્ષાને છેટું પડે છે
અનપઢ છું તો યે હું વાંચી શકું છું
જે કંઈ તમારે લોચન લખ્યું છે

આંસુનું આભૂષણ આંખ્યુમાં પહેરી
આજ ફૂલ બહારને ઢૂંઢવા નીકળ્યું છે
આશા નિરાશામાં રહી બેખબર હું
આ તો વસંતે ઉપવન લૂટયુંછે

-અવિનાશ વ્યાસ

સ્વરઃ આશા ભોંસલે
સ્વરાંકન : અવિનાશ વ્યાસ

સૌજન્ય : ગિરીશ ચંદેગરા UK
Please subscribe his YouTube chanel on link :
“https://youtu.be/APbEA4GPfGc”
https://youtube.com/channel/UCrKnkBWK4_00vY6dHn8HYrg