દુનિયા બની પ્રભુની ચોર
જાણે સઘળું નંદકિશોર !

ધન ચોરે, કોઈ મન ચોરે કોઈ ધર્મની ચોરી કરતા
નામ પુણ્યનું કામ પાપનું એકબીજાને ઠગતા
સૂરજનું અજવાળું એને છે અંધારું ઘોર!
દુનિયા…

સહુ સહુના સ્વારથમાં રમતા સહુસહુને છેતરતા
હું સમજું છું, પ્રભુ ન સમજે એ સમજણમાં રમતા
નાથ જગતનો હિસાબ લેવા જાગે આઠે પ્હોર!
દુનિયા…

-રઘુનાથ બ્રહ્મભટ્ટ

સ્વરઃ પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

સૌજન્ય : પૌલોમી ચેતન શાહ સુરત