ઘડીક  નવરાશ લઈ  બેઠા
તમારી  આશ   લઈ  બેઠા

તમારા   શ્વાસની   સોડમ
અમે   ચોપાસ  લઈ  બેઠા

બિડેલી  પાંપણો   પાછળ
બધો અજવાસ લઈ બેઠા

કરીશું  તૃપ્ત   મૃગજળથી
તરસનો ક્યાસ લઈ  બેઠા

સનાતન     પ્રેમના    નામે
ખરો આભાસ  લઈ  બેઠા

સહજ હોંઠે ન આવ્યું  તો
ગઝલનો પ્રાસ  લઈ  બેઠા

-ભાર્ગવ ઠાકર

સ્વરઃ ડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ