મેળ હશે તો મળશું,
નહીં તો હર્યા-ભર્યા મારગ પર
ઉજ્જડ થઈ આથડશું

લાખ લોકની લીલામાં લયલીન થઈને
ભીતરથી તો ભારે ‘ને ગમગીન થઈને
હોઠ ઉપરનાં ઇન્દ્રધનુષથી આંસૂને આંતરશું

અને મળ્યાં તો મળી જાય અહીં મેળો
સાગર થઇને છલકાય સુકાયેલ વ્હેળો
મળ્યાં છતાંએ નહીં મળ્યાં વ્યથા એ
કેમ કરી સાચવશું

– સુરેશ દલાલ

સ્વરઃ શિવાંગી નિરવ
સ્વરાંકન : રજત ધોળકિયા