નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી
હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી
ઓ મારે ઘર આયો રે સુંદર શ્યામ
એનું કૃષ્ણ કનૈયા પાડ્યું નામ રે…. નામ રે…
હા મારે ઘર આયો રે સુંદર શ્યામ

મોર મુકુટ શિર લાગે ફૂટડો કાળો પણ રૂપ રૂપનો ટૂકડો
મુરલી બજાવે હાથ ટચૂકડો
હે માંડ્યું રાસ રમવા ગોકુળ ગામ રે…. ગામ રે…. ગામ રે…

હે વાંસળી વગાડે રે હે નંદજીનો નાનડિયો
રાસ રમાડે રે નંદજીનો નાનડિયો
હે રમે મોરલી માથે રંગ ભરી રાગણિયો જીરે જીરે

તા તા થૈયા તા તા થૈયા
નાચો આહિરના છૈયા

બંસરી નો સૂર બોલે હે કનૈયા કનૈયા
ઘેલું લગાડી રે ગોકુલનો કાનુડીઓ
હે આજ પાવન ગોકુળ વનરાવન છે
જે આવ્યો ધરતી ને માથે મોહન છે
લગની લગાડી રે એ સુંદર શામળિયો
વાંસળી વગાડે રે નંદજીનો નાનડિયો

ધન ધન મધુવન મનભાવન મોહન ઘનશ્યામ ઘનશ્યામ
પીળાં રે પિતાંબર માનુનીના મનહરે મુરલી. અધર ધરે

જેવો કાળો એવું પાડો એનું નામ ઘનશ્યામ ઘનશ્યામ

-અવિનાશ વ્યાસ

સ્વરઃ હેમા દેસાઈ, આશિત દેસાઈ

સ્વરાંકન :અવિનાશ વ્યાસ
સંગીત સંચાલન :અવિનાશ વ્યાસ

સૌજન્ય : પ્રતિક મહેતા