વાલમિયા તારે રે ભણકારે
મારા જંતરના તારે સોણલાની ચાલી રે વણઝાર
વાલમિયા તારે રે ભણકારે

પ્રીત્યું રે પૂરવની મારે અંતરિયે જાગે
ને મુને ઝબકારો લાગે
મીઠા રે અજંપા કેરું જંતરિયું વાગે
ને મુને ઝણકારો લાગે
લાગે જાણે રૂપનો અંબાર
વાગે જાણે માયા કેરા તાર
વાલમિયા તારે રે ભણકારે

ભમતી રે રાતે મારું દલડું રે ભાંગે
ને મુને એકલું રે લાગે
જાગતી રે રાતે મારે મનમોજી જાગે
ને મુને લગની રે લાગે
ભાંગે મારો ભવેભવનો ભાર
જાગે જાણે સોનેરી સંસાર
વાલમિયા તારે રે ભણકારે

મારા જંતરના તારે સોણલાની ચાલી રે વણઝાર
વાલમિયા તારે રે ભણકારે

-ભાસ્કર વોરા

સ્વરઃ મિતાલી સિંહ
સ્વરાંકન : રસિકલાલ ભોજક
 
સૌજન્ય : ગિરીશ ભાઈ, લંડન અને પ્રતિક મહેતા