જે પ્રેમ મળે એનું મૂલ્ય નહીં ને, નહીં મળ્યાની ઝંખના…
શબરી ને તો કુટિર વ્હાલી, નહીં સોનાની લંકા

ચાખેલા આ બોરને મારો, પણ ચાખ્યો છે પ્રેમ,
પ્રેમદીવાની મીરાંને તો પાગલ કેવી કેમ?,
રસ્તે રસ્તે ટોળે વળતાં દ્વેષ, ઇષા ને શંકા…

અમે તમારી આસપાસે કંઇક રચ્યો બગીચો નાનો,
તોય તમને રણનો ઢૂંવો લાગી રહ્યો મજાનો,
અમે તમારા અલકમલકમાં વહેશું થઇને ગંગા

– સુરેશ દલાલ

 
સ્વર: નીરજ પરીખ
સ્વરાંકન : હસમુખ પાટડીયા

 

સૌજન્ય : પ્રણય વસાવડા