શિરીષ શાહ ‘પ્રણય’
 
આંગળીઓ પકડીને  ચાલો, રસ્તો ટૂંકો લાગે  છે,
એકબીજાની સાથે બોલો,  રસ્તો   ટૂંકો  લાગે છે.

મિત્રભાવથી ભેગા થઈને સૌએ આગળ વધવાનું,
આનંદ ને ઉલ્લાસથી ડોલો, રસ્તો  ટૂંકો લાગે છે,

સાચે સાચું રૂપ તમારું જોવાનું    તો   બાકી  છે,
લાગણીઓનો ભરી લો થેલો,રસ્તો ટૂંકો  લાગે છે,

હૈયું મારું તુજ  હૈયામાં   ખોવાનું   તો   બાકી છે,
એકબીજાના   દિલને  ખોલો, રસ્તો ટૂંકો લાગે છે,

માર્ગ  ભલેને  લાંબો  છે, ચિંતા   સહેજે કરતાં ના,
પ્રેમભાવથી  પ્રશ્ન  ઉકેલો,  રસ્તો ટૂંકો   લાગે  છે,

–શિરીષ શાહ ‘પ્રણય’ વડોદરા