તારો છેડલો તું માથે તું માથે રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા
તારી વેણીની મ્હેક જાશે ઉડી
આતો ચૈતર વૈશાખનાં વાયરા

અંગારા વેરતો તડકાનો તોર કાંઈ
અંગારા ઝીલતો આંખ્યુંનો તોર કાંઈ
તારી આંખ્યું અધોકડી તું રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા

ઊનાયે વાયરા ને પાલવડે પુરનાં
ઉછળતાં ઓરતા છે ઉના તે ઉરના
તારા હૈયા પર હાથ અલી રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા

– નંદકુમાર પાઠક

 
સ્વર : પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન: દિલીપ ધોળકિયા