અવધૂ કેવળ વાદ-વિવાદા,
સૂર્ય જેવડું સત કહેવામાં પડી ગયા વિખવાદા…

સમજેલાએ હોઠ સીવ્યા…
વણસમજુ ગાલ વગાડે,
ટોચ ચઢ્યા જે અંદર ઉતર્યા
બ્હાર ગયા તે ખાડે;
ઓળખની આડે ઝૂલે છે,
જુગ જુગ જૂના પ્રમાદા…કેવળ વાદ-વિવાદા…

કોઈ એકડો ઘૂંટે
કોઈ શૂન્ય મૂકે મન ઉપર,
પાટી કોરી રહી કોઈની
લખતું કોઈ ગગન પર;
અઘરી અઘરી વાત સહુની,
સત હૈ સીધા-સાદા…કેવળ વાદ-વિવાદા…
 
–હરિશ્ચંદ્ર જોશી
 
સ્વર : દેવાંશુ દેસાઈ