ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે
વિખરાયેલા વાળ તમારા
કેવા અસ્તવ્યસ્ત છે, ગગન તો મસ્ત છે

ભર્યું કુમકુમ ભાલે આંખમાં સુરમો સજાવ્યો છે
ભર્યું કુમકુમ ભાલે આંખમાં સુરમો સજાવ્યો છે
કહી દો ક્યાં ઘૂંઘટમાં ચંદ્ર પૂનમનો છુપાવ્યો છે

હવા મદમસ્ત છે, સુકોમલ હસ્ત છે
વિખરાયેલા વાળ તમારા
કેવા અસ્તવ્યસ્ત છે, ગગન તો મસ્ત છે

કરું હું શું તમારી આંખની આદત નીરાળી’તી
અમે પણ ઝૂરી ઝૂરીને વિરહમાં રાત ગાળી’તી

વધુ તો હવે પછી તમ વિરહનું કષ્ટ છે
વિખરાયેલા વાળ તમારા
કેવા અસ્તવ્યસ્ત છે, ગગન તો મસ્ત છે

ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે
ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે

 
-અવિનાશ વ્યાસ
 

સ્વર: મુકેશ અને આશા ભોસલે
સંગીતઃ અવિનાશ વ્યાસ