તમારી એ આંખોની હરકત નથી ને ?
Mar 11
ગઝલ Comments Off on તમારી એ આંખોની હરકત નથી ને ?
તમારી એ આંખોની હરકત નથી ને ?
ફરી આ નવી કોઈ આફત નથી ને ?
વહેરે છે અમને તો આખા ને આખા,
એ પાંપણની વચમાં જ કરવત નથી ને ?
વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
એ પાણીની નીચે જ પર્વત નથી ને ?
તમારા તમારા તમારા અમે તો,
કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?
-યામિની ગૌરાંગ વ્યાસ
સ્વર: શૌનક પંડ્યા
સ્વરાંકન : શૌનક પંડ્યા