એક પછી એક પછી એક આશિત દેસાઈ અને હેમા દેસાઈ
Mar 15
ગીત Comments Off on એક પછી એક પછી એક આશિત દેસાઈ અને હેમા દેસાઈ
એક પછી એક પછી એક પછી પછી પછી…
મોજાં વટાવતાં, દીધેલા કોલ જેમ, આગળ ને આગળ ને આગળ
ચાલશું: ચલાવશું: થાકે જો પગલાં તો
ઘડીઘડી વળી વળી પડછાયા તાગશું
તોય નહીં ઢૂંકડો જો સંગીનો સાથ હશે –
આથમણે ઊભી અમે વણકાયા જાગશું
ઊડતી આ પાંપણના પલકારે તોય,તમે આગળ ને આગળ ને આગળ
મોકળી ને મોકળી તમનેયે ચાલ મળે
તેથી લીધો છે અમે લાંબેરો પંથ:
મનડું ભરાઈ આવેઃ મનડાની વાત છે
કોઈકોઈ વાર મારો કકળે આ કંઠ
કાંઠે ઊભેલ તમે જોશો કે માછલીઓ, આગળને આગળને આગળ
-જગદીશ જોષી
સ્વર : આશિત દેસાઈ અને હેમા દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ
સૌજન્ય : અમિત ન. ત્રિવેદી ( Ex Siemens )
–