એક માણસ નાતમાં સાચો પડે
Oct 07
ગઝલ Comments Off on એક માણસ નાતમાં સાચો પડે
એક માણસ નાતમાં સાચો પડે,
એમને એમાંય પણ વાંધો પડે.
આમતો હમણાં જ નીકળી જાત પણ,
જીવ સાલો આપણો જાડો પડે !
ક્યાં મળે છે તપ વગર ફળ કોઈને,
જો રહો તડકે તો પડછાયો પડે !
દીવડાં પ્રગટાવ તારી આંખનાં,
શ્વાસ આ મારો હવે ઝાંખો પડે.
પ્રેમનું અત્તર લગાડો દૂરથી,
બહુ જશો નજદીક તો ડાઘો પડે.
– સ્નેહલ જોષી
સ્વર : દિશાની મહેતા
સ્વરાંકન : ભરત પટેલ