કંકુ ઘોળ્યા, શુકન લખી જોયા
May 26
ગઝલ Comments Off on કંકુ ઘોળ્યા, શુકન લખી જોયા
કંકુ ઘોળ્યા, શુકન લખી જોયા
સાથિયે સાથિયે સખી જોયા
ભૂર્જપત્રોને ય ઓળખી જોયા
પગ ઊધઈના ય પારખી જોયા
મૂળ થડ ડાળ ડાળખી જોયા
ઝૂલી જોયા ‘ને લખલખી જોયા
જે તને થઈ મળ્યા નર્યું ઝાકળ
એ દિવસ મેં ય ધખધખી જોયા
એ જ ઊંચાઈ એ જ આદિમતા
તળથી લઈ છેક તીરખી જોયા
સાવ સરખાં ભજન-ગઝલ ભાળ્યાં
તો, નિકટ જઈને નીરખી જોયાં
એક ફક્કડ ; ફકીર છે બીજો
હાથનાં પોત પારખી જોયાં
– સંજુ વાળા
સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ