એક જ્વાલા જલે તુજ નેનનમાં
Jun 18
ગીત Comments Off on એક જ્વાલા જલે તુજ નેનનમાં
એક જ્વાલા જલે તુજ નૈનનમાં
રસજ્યોત નિહાળી નમું હું નમું
એક વીજ ઝલે નભમંડળમાં
રસજ્યોત નિહાળી નમું હું નમું
મધરાતના પહોર અઘોર હતાં
અંધકારના દોર જ ઓર હતાં
તુજ નૈનનમાં મોરચકોર હતાં
રસજ્યોત નિહાળી નમું હું નમું
અહા! વિશ્વના દ્વાર ખુલ્યાં, ઉછળ્યાં
અહા! અવધૂતને બ્રહ્મલોક મળ્યાં
અહા! લોચન લોચન માંહી ઢળ્યાં
રસજ્યોત નિહાળી નમું હું નમું
દગ્બાણથી પ્રારબ્ધલેખ લખ્યાં
કંઈ પ્રેમીએ પ્રેમપંથી પરખ્યાં
અને આત્માએ આત્મનને ઓળખ્યો
રસજ્યોત નિહાળી નમું હું નમું
– મહાકવિ નાનાલાલ
સ્વર : ઓસમાણ મીર