દર્દને ગાયા વિના રોયા કરો
Nov 09
ગઝલ Comments Off on દર્દને ગાયા વિના રોયા કરો
દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો.
બીક લાગે કંટકોની જો સતત,
ફૂલનો સુંઘો નહીં જોયા કરો.
કેમ આવ્યા આ જગે રડતા તમે?
જિંદગી આખી હવે રોયા કરો.
લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,
રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?
– કૈલાસ પંડિત
સ્વર : ઓસમાણ મીર