દીલ હોય અમીર બિરાદર તો
Apr 24
ગઝલ Comments Off on દીલ હોય અમીર બિરાદર તો
દીલ હોય અમીર બિરાદર તો
બે હાલ છતાં ય અમીરી છે .
કંગાલ જીગર જો હોય નહી,
કંગાલી માંહે અમીરી છે .
ધન આવે ને વહી જાય ભલે,
હક્ક જાળવજે હક્ક નું ખાજે.
ના હીણ કમાઈ પર નભતો ,
એ તારો ન્યાય અમીરી છે .
સ્વર : રાજેશ વ્યાસ
સ્વરાંકન : ડો ભરત પટેલ