દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે
Nov 11
ગઝલ Comments Off on દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે
દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.
કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે,
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.
દશે દિશાઓમાં સતત એક સામટી જ સફર,
અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે.
અટકવું એ ગતિનું કોઈ રૂપ. હશે,
હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.
– જવાહર બક્ષી
સ્વરઃ આલાપ દેસાઈ
સ્વરાંકનઃ આશિત દેસાઈ અને આલાપ દેસાઈ