કાજળના અંધકારે

Comments Off on કાજળના અંધકારે

 

 

કાજળના અંધકારે કાજળની કીકી થકી
કાજળનાં લેખ અમે વાંચ્યા.
ધરતીની ભોંયે નહીં ઝાંઝર ઝમકાર નહીં
અમે પાની વિનાનાં એવા નાચ્યાં
કાજળના અંધકારે…

પાણીનું કોડિયું ને પાણીની વાટ લહી
પાણીની જ્યોત દીપ ફૂટયો
પાણીનાં મહેલમાં પાણીનાં તેજ અને
પાણી પવનથી બૂઝયો
સૂરજના કંઠ સોહે એવો એક હાર રચ્યો
બુદ બુદનાં મોતી અમે ગાંઠયાં
કાજળનાં અંધકારે…

આકાશી વાદળાંની આકાશી ધાર અમે
આકાશી ભોમ પરે ઝીલી
આગળ ને પાછળ પાછળ ને આગળ
આકાશી હરિયાળી ખીલી
મૃગલાં ને ડૂબવે ચારે કોર ઘૂઘવે
એ મૃગજળનાં પૂરને
કંઈ નહીં ના હાથ થકી નાથ્યાં
કાજળના અંધકારે…

-પ્રિયકાન્ત મણિયાર

સ્વર : વિરાજ ઉપાધ્યાય અને બિજલ ઉપાધ્યાય
સ્વરાંકન :ક્ષેમુ દિવેટિયા

મારી નાડ તમારે હાથે હરિ

Comments Off on મારી નાડ તમારે હાથે હરિ

 

 

મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે…

પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું
મને હશે શું થાતું નાથ નિહાળજો રે…

અનાદિ આપ જ વૈદ છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા
દિવસ રહ્યા છે ટાંચા વેળા વાળજો રે…

વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો
મહા મુંઝારો મારો નટવર ટાળજો રે…

કેશવ હરિ મારૂં શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?
લાજ તમારી જાશે ભૂધર ભાળજો રે…

– કેશવ રાઠોડ

સંગીત : નંદિની શરણ

@Amit Trivedi