મોતની યે બાદ

Comments Off on મોતની યે બાદ


બરકત વિરાણી
 

 

Click the link below to download

mot ni ye bad.mp3

 

મોતની   યે   બાદ  તારી  ઝંખના   કરતો રહ્યો
કે   તું   જન્નતમાં મળે એવી   દુઆ કરતો રહ્યો

જો તું જાણે તો ભરી મહેફીલ  ત્યજીને સાથ દઇ
એવી  એકલતા   ભરી   મારી દશા કરતો રહ્યો

એ   હતો  એક મોહ કે રહેશું જીવનભર સાથમાં
વ્હેમ તો એજ છે જે આપણને  જુદાં કરતો રહ્યો

કોણ  જાણે   શું  તું   એનાં   નીકળતાં  શ્વાસમાં
માનવી  આ   સૃષ્ટિની   ઝેરી  હવા કરતો રહ્યો

– બરકત વિરાણી

સ્વર : પાર્થિવ ગોહિલ

 

 

સુખના સુખડ

Comments Off on સુખના સુખડ

 


 

Click the link below to download

sukhna.mp3

 

સુખના સુખડ જલે રે મારા મનવા!
દુઃખના બાવળ બળે,
સુખડ જલે ને થાય ભસમની ઢગલી
ને બાવળના કોયલા પડે.
મારા મનવા! તરસ્યા ટોળે વળે.

કોઈનું સુખ ખટરસનું ભોજન,
કોઈ મગન ઉપવાસે;
કોઈનું સુખ આ દુનિયાદારી,
કોઈ મગન સંન્યાસે.
રે મનવા ! કોઇ મગન સંન્યાસે.
સુખના સાધન ને આરાધન
લખ ચકરાવે ચડે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.

કોઈ પરમારથમાં સુખ શોધે,
કોઈ પરદુઃખે સુખિયા, રે મનવા!
ભગત કરે ભગતીનો ઓછવ,
કોઈ મંદિરના રે મુખિયા.
રે મનવા ! કોઈ મંદિરના મુખિયા.
સમદુખિયાનો શંભુમેળો
ભવમાં ભેળો મળે, મળે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.

સુખનાં સુખડ જલે રે
મારા મનવા !
દુઃખના બાવળ બળે.

– વેણીભાઈ પુરોહિત

સ્વર : નીરજ પાઠક

 

 

સાત સૂરોના સરનામે Part 1
 


 

સાત સૂરોના સરનામે Part 2
 

 

હે પરમ સુધામય પાવન !

Comments Off on હે પરમ સુધામય પાવન !


મકરંદ દવે
 


 

Click the link below to download
 
Parama sudhamaya.mp3
 

હે પરમ સુધામય પાવન !
હું ઝંખું તવ સંગ સનાતન,
મને ન સ્પર્શે લાખ લોકની આવન જાવન

રિધ્ધિથી નહિ રીઝે હૃદય તે
દ્રષ્ટિ માત્રથી મ્હોરે
રટણા એક જ લાગી તમારી ,
આઠે આઠ જ પ્હોરે
તમે જ મારું દર્દ અને છો તમે જ દર્દ નિવારણ

કશી સૂઝ કે સમજ પડે ના
મને થતી અકળામણ ,
ઝીણો ઝીણો જીવ બળે, ને
ઝરે નૈનથી શ્રાવણ;
ઝાંખા શાને જાગે એનું હોય કદી શું કારણ ?

– સુરેશ દલાલ

સ્વર : રાસબિહારી દેસાઈ

 

ઈશારા

Comments Off on ઈશારા


ઓસમાણ મીર

 

 

Click the link below to download

Esahara Koi kya samji shakyu.mp3

 
ઈશારા કોઈ  ક્યાં  સમજી  શક્યું  સંતો ફકીરોના
અંહીના માણસો  તો  માણસો   કેવળ  લકીરોનાં

કદી  કોઈક  જાગી  જાય  છે  એ  વાત  જુદી  છે
અહીં   ટોળાં  કદી ના  હોય  નાનકનાં  કબીરોનાં

ઊપરવાળો  ઘણું  દે  ને  ઘણું  છીનવી  લે પણ
હ્રુદય સાવજ અનોખા હોય છે ફક્કડ અમીરોનાં

ભલેને  ચાલ  નોખી  એમની  સ્હેજેય  ના લાગે
પરંતુ  આભમાં પગલાં પડે     દરવેશ  પીરોનાં

ઈશારા કોઈ ક્યાં સમજી   શક્યું સંતો ફકીરોના
અંહીના  માણસો  તો માણસો કેવળ લકીરોનાં

– હરિશ્ચંદ્ર જોશી

સ્વર : ઓસમાણ મીર

 

નૃત્ય કરો હે મા !

Comments Off on નૃત્ય કરો હે મા !

 


 

Click the link below to download

NRUTYA KARO HE MA.mp3

 

નૃત્ય કરો હે મા ! હે મા !
નૃત્ય કરો, નૃત્ય કરો પ્રલયંકર હે મા ! હે મા !
ભીષણ વર્ણે નૃત્ય કરો હે મા ! હે મા ! હે મા !
હે મા ! હે મા !

ઝંઝા ઝંકૃત અનલ અલંકૃત ચરણે
નૃત્ય કરો હે મા ! હે મા ! …….
ખંડ ખંડમાં પદ આંખો પલકારે
મહિષાસૂર હણો મા ! શોણિત ધારે
રક્ત રંગીની રણબાંકી તલવારે
નૃત્ય કરો હે મા ! પ્રલયંકર હે મા ! નૃત્ય કરો
મત્ત આસ ઉલ્લાસ ભર્યા સંહરણે નૃત્ય કરો
નૃત્ય કરો પ્રલયંકર હે મા !

ભીષણ વર્ણે નૃત્ય કરો હે મા ! હે મા !
આવો આવો મા એક અવાજે
માનવતાનો આર્તનાદ અહી ગાજે
ભીષણમાં તુજ સુંદર રૂપ બીરાજે નૃત્ય કરો હે મા !
પ્રલયકારી મધુમંગલને અવતરણે
નૃત્ય કરો , નૃત્ય કરો પ્રલયંકર હે મા !
ભીષણ વર્ણે નૃત્ય કરો હે મા ! હે મા !
ઝંઝા ઝંકૃત અનલ અલંકૃત ચરણે નૃત્ય કરો

– મકરંદ દવે

સ્વર : નાદ્યહૃબ્ર ગાયક વૃંદ

 

Older Entries Newer Entries

@Amit Trivedi