ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ

Comments Off on ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીએ
કામણ કીધાં છે અહીં કેસુડે એવાં
કે મહેક્યા વિના તે કેમ રહીએ

ફૂલની ફોરમની પકડીને આંગળી
ફરવાને નીકળ્યો પવન
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઊઠ્યાંને
ઝૂમે રે આખું ઉપવન
કલરવની કેડીએ રમતા પતંગિયાંને
પકડ્યા વિના તે કેમ રહીએ
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મહેક્યા વિના તે કેમ રહીએ….

મઘમઘતી મંજરીને કાયા બદલાઈ
સાંભળીને વેણુ વસંતની
લીલેરા પાન સંગ ગાતાં ગુલમોર
લહાણી કરે છે સુગંધની
અરધી ભરાય મારા ઉમંગની હેલ
પછી છલક્યા વિના તે કેમ રહીએ
કામણ કીધાં છે અહીં કેસુડે એવાં કેે                                        મહેક્યા વિના તે કેમ રહીએ

સ્વર-સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ

Comments Off on મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ


મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ
તો યે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….

રંગ તો એવો જાલીમ જાણે જમદૂતે ઝંખેલો હો..
ક્યાંકથી લાવ્યો પાતાળ ભેદી નાગણનો ડંખેલો હો..
એના ઝેરની ઝાપટ લાગી મુને ફુટ્યો અંગેઅંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….

રંગની ઉપર રંગ ચડે તે મુળનો રંગ ધોળો હો..
સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો હો..
હે કોઇ ભીલડીએ એને ભરમાવી એના તપનો કીધો ભંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….

– નીનુ મજમુદાર

સ્વર : સાવની દિવેટિયા
સ્વરાંકન : નીનુ મજમુદાર

માઘમાં મે’ મોકલ્યાં તેડાં તો આવે ગોરી

Comments Off on માઘમાં મે’ મોકલ્યાં તેડાં તો આવે ગોરી

 

 

માઘમાં મે’ મોકલ્યાં તેડાં તો આવે ગોરી
ફાગણમાં રમીએ ગુલાલે
ચૈતર ચઢેને અમે આવશુ. હો રાજ તારે
ધૂળિયે આંગણ કોણ મ્હાલે… .માઘમાં
આવો તો ૨’ગ નવો કાલવિયે સગ સ’ગ
છલકાવી નેણની પિયાલી
વેણ કેરી રેશમની જાળમાં ધરે ન માય:
આ તો છે પ’ખીણી નીરાળી….માધમાં

આવે તો આભ મહી” ઊડીએ બે આપણે
ને ચ’દરનો લૂછીએ ડાઘ રે
નાનેરી જિ દગીની ઝાંઝેરી ઝખનાનો
મારે ન ગાવો! કોઈ રાગ રે….માઘમાં

આવો કે અમથી ઉકેલી જાય ન તમે
પાડી’તી ગાંઠ જે રૂમાલે
આવું બોલે તો મને ગમતું રે વાલમા
આવ્યા વિના તે કેમ ચાલે….સાઘમાં

– હરીન્દ્ર દવે

સ્વર : સંજય ઓઝા અને આરતી મુન્શી

હે આકાશ તું અજવાળાનું ઘર

Comments Off on હે આકાશ તું અજવાળાનું ઘર

 

 

હે આકાશ તું અજવાળાનું ઘર,
પહેલું અજવાળું પરમેશ્વરનું,
બીજું અજવાળું સુરજનું;
ત્રીજું અજવાળું ચંદર ને તારા,
ચોથું સંધ્યાની રજનું.

પાર નથી જગે અજવાળાનો
એ તો સૌથી પર..
હે આકાશ તું અજવાળાનું ઘર.
આકાશ રડે સારી રાત,
પ્રથમ એનાં અશ્રુનાં બિંદુથી
ઘડાયો ચંદ્રનો ઘાટ,

લખકોટી તારા આસું છે કોઈનાં,
કોણ જાણે એનાં મનની વાત.
આસુંનાં તેજ આકાશમાં રહીને
આજ બન્યા છે અમર..
હે આકાશ તું અજવાળાનું ઘર.

રજનીની શૈયાથી જાગીને
સુરજે ઉષાનાં ઓજસમાં મુખ ધોયું;
કિરણોની અંગુલી અવનીને અડકી
જગ જાગ્યું ને તેજનું રૂપ જોયું.
તિલક કર્યું ભાલે, કંકુનું ક્ષિતીજે
સાંપડ્યો સોહાગી વર..

હે આકાશ તું અજવાળાનું ઘર.

– અવિનાશ વ્યાસ

સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

Newer Entries

@Amit Trivedi