આજ મારા હૈયામાં

Comments Off on આજ મારા હૈયામાં

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.

તારા તે કાળજાને કેસુડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ;
રોમ આ રંગાય મારુ તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ.
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.
આજ મારા હૈયામાં..

મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત;
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ.
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે.
પિચકારી મારો નહીં ગિરધારીલાલ રે.
આજ મારા હૈયામાં..

-સુરેશ દલાલ

સ્વર ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિઆ

દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો પ્રહર વોરા

Comments Off on દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો પ્રહર વોરા

દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો,
તનનાં મનનાં તિમિર હરો.

માયા નગરનાં રંગ-રાગમાં કાયા આ રંગાણી,
ભવસાગરમાં ભમતાં ભમતાં પીધાં ખારા પાણી,
દુ:ખડા સર્વે દૂર કરો.. દીવડો ધરો રે.

સ્વારથની આ દુનિયા માંહી આશા એક તમારી,
જીવન કેરાં સંગ્રામે જો જો જાઉં ના હું હારી,
હૈયે ભક્તિભાવ ભરો. દીવડો ધરો રે.

સ્વર : પ્રહર વોરા

સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

દીવડો ધરો રે પ્રભુ સંજીવની

Comments Off on દીવડો ધરો રે પ્રભુ સંજીવની

દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો,
તનનાં મનનાં તિમિર હરો.

માયા નગરનાં રંગ-રાગમાં કાયા આ રંગાણી,
ભવસાગરમાં ભમતાં ભમતાં પીધાં ખારા પાણી,
દુ:ખડા સર્વે દૂર કરો.. દીવડો ધરો રે.

સ્વારથની આ દુનિયા માંહી આશા એક તમારી,
જીવન કેરાં સંગ્રામે જો જો જાઉં ના હું હારી,
હૈયે ભક્તિભાવ ભરો. દીવડો ધરો રે.

સ્વર : સંજીવની

સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

હે નાદબ્રહ્મ જાગો….

Comments Off on હે નાદબ્રહ્મ જાગો….

હે નાદબ્રહ્મ જાગો….

આજ વિશ્વ વાદ અને વિવાદથી અશાંત છે,
ને સૂનું જગત દેશ-દેશ પ્રાંત-પ્રાંત છે.
વ્યોમ-વ્યોમને બતાડું મધુર બીન વાગો.

ફરી કૃષ્ણ તણી બંસરી લઇને આવો,
ફરી એક તાર એક પ્રાણ સફળમાં જગાવો,
હે આદ્ય ષડ્જ દેવ, વિશ્વનો વિવાદ ભાંગો.

ગર્જાવો શંખનાદ, ગર્જાવો શંખનાદ
શમી જાય આ વિખવાદ
ગર્જાવો શંખનાદ.

એવો રાગ ગાય જગત પ્રગટે અનુરાગો,
હે નાદબ્રહ્મ જાગો…

  • અવિનાશ વ્યાસ

સ્વર: પ્રહર વોરા
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

Newer Entries

@Amit Trivedi