તમે… લાગણીની લાવણીમાં

Comments Off on તમે… લાગણીની લાવણીમાં

 
 

તમે… લાગણીની લાવણીમાં.mp3

 
 
તમે… લાગણીની લાવણીમાં દિવસ અને રાતની
છાની છાની છાવણીમાં અંગ અંગરંગરંગ નાહ્યાં
તે અમે, આધેના અણસારા ચાહ્યાં…..
તમે લાગણીની લાવણીમાં……….

રંગના કૂંડાળેથી જોતી બે આંખ આજે
રાધાના અંબોડે ઝૂલે
ચહેરાને ઢાંકતા આ મોર તણાં પીંછામાં
આંખડિયો આંસુને ભૂલે
મારી આ આંખડીમાં અટવાયા આંસુ ને
તારી તે કેટલી રે માયા
કે અમે…… આઘેના અણસારા ચાહ્યાં…..
તમે લાગણીની લાવણીમાં…….

સાત સાત ધોધ તણાં ઘૂમટામાં તરી રહી
જળકન્યા સાત રંગ ભીની
પરસાળે હિંચતી બે આંખો તો કલ્લોલી
શ્યામ તણી બંસરીયો ધીમી,
સૂરના સરોવરમાં તરતી એક નાવ ઉપર
ઢળતી કદમ્બ તણી છાયા
ને અમે…… આઘેના અણસારા ચાહ્યાં……
તમે લાગણીની લાવણીમાં…….
 
-જગદીશ જોષી
 
સ્વરઃ આરતી મુનશી
સ્વરાંકન : માલવ દિવેટિઆ
 
 

આ તો બીજમાંથી ફૂટી છે ડાળ

Comments Off on આ તો બીજમાંથી ફૂટી છે ડાળ

 
 

આ તો બીજમાંથી.mp3

 
 
આ તો બીજમાંથી ફૂટી છે ડાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.

આખુંયે આભ મારી આંખોમાં જાગે
લઇ પંખીના સૂરની સુવાસ,
તૃણે તૃણમાં ફરકે છે પીછાંનો સ્પર્શ
અહીં ઝાકળનો ભીનો ઉજાસ.
એક એક બિંદુમાં સમુંદરની ફાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.

સળવળતી કળીઓમાં રાધાની વેદના
ને ખીલેલા ફૂલમાં છે શ્યામ,
ડાળીએથી ડોકાતા તડકામાં જોઈ લીધી
ક્યાંક મારી લાગણી લલામ.
પળ પળનાં પોપચામાં મરકે ત્રિકાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.
 
-જગદીશ જોષી
 
સ્વર: આશિત દેસાઈ
સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ
એરેજમેન્ટ : આશિત દેસાઈ
 
 

શું હોય ?

Comments Off on શું હોય ?

એક માણસ નાતમાં સાચો પડે

Comments Off on એક માણસ નાતમાં સાચો પડે

 
 

એક માણસ નાતમાં.mp3

 
 

એક માણસ નાતમાં સાચો પડે,
એમને એમાંય પણ વાંધો પડે.

આમતો હમણાં જ નીકળી જાત પણ,
જીવ સાલો આપણો જાડો પડે !

ક્યાં મળે છે તપ વગર ફળ કોઈને,
જો રહો તડકે તો પડછાયો પડે !

દીવડાં પ્રગટાવ તારી આંખનાં,
શ્વાસ આ મારો હવે ઝાંખો પડે.

પ્રેમનું અત્તર લગાડો દૂરથી,
બહુ જશો નજદીક તો ડાઘો પડે.
 
– સ્નેહલ જોષી

 
સ્વર : દિશાની મહેતા
સ્વરાંકન : ભરત પટેલ

 
 

કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ

Comments Off on કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ

 
 

કોણ કે’ છે લક્ષ્ય વીંધે.mp3

 
 

કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
જોઇ લે આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !

હું તને મારો ગણીને બંદગી કરતો રહ્યો
ને ખુદા, તું એમ વરતે છે, કે કોઇ સગપણ નથી ?

જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે,
આવશે હકદાર થઇને, મોત કંઇ માંગણ નથી !

અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય ?
બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી !

મધ્યદરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.

હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.

ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી !
 
– દેવદાસ ‘અમીર’
 
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય
વાદ્યવૃંદ સંચાલન : આશિત દેસાઇ

 
 

Older Entries Newer Entries

@Amit Trivedi