ધરતી પર આરો નથી
તો દરિયા બાજુ વળીએ
ચાલ તળિયે જઈને મળીએ

ઉપરનું આકાશ ને એનો
સુરજ છે ઈર્ષાળુ
રાત વરતના મળવા ઉપર
ચાંદા જેવું તાળું
આ રસ્તો દેખાડ્યો પેલી
સોનેરી માછલીએ
ચાલ તળિયે જઈને મળીએ….

જળ વેલ્યુ વીંટળાઈ વળીને
વિવાહ મંડપ રચશે
જળમાં બીજું જળ
ભળવાના ઉત્સવને ઉજવશે
ગોર બની ફેરવશે ફેરા
તળના તરંગ તળિયે
ચાલ તળિયે જઈને મળીએ…..
 
– હર્ષદ ચંદરાણા
 

સ્વર : રિયા શાહ અને જન્મેજય વૈદ્ય
સ્વરાંકન : જન્મેજય વૈદ્ય