મૂળ રે વિનાનું કાયા
Sep 10
ગીત, સંગીત સુધા Comments Off on મૂળ રે વિનાનું કાયા
રાસબિહારી દેસાઈ
[wonderplugin_audio id=”144″]
Click the link below to down load :
મૂળ રે વિનાનું કાયા ઝાડવું જી રે
એને પડતાં નહીં લાગે રે વાર રે
એવું મૂળ રે વિના નું કાયા ઝાડવું
એને પ્રેમના રે ખાતર પૂરાવજો જી
એની પાળ્યો પહોંચી રે પિયાળ
એને સંતના રે પાણીડાં સિંચવજો જી
એની નૂરત સૂરત પાણિયારી રે
એવું મૂળ રે વિના નું કાયા ઝાડવું
એને શીલ રે સંતોષ દોનું ફળ હુંવાજી
એ તો અમ્મર ફ્ળ રે કહેવાય
રવિ ગુરુ એમ કહે ભાણ ને જી
પ્રભુને ભજો તો ભવપાર રે
એવું મૂળ રે વિના નું કાયા ઝાડવું
– સંત રવિગુરુ
સ્વર : રાસબિહારી દેસાઈ