મારા રુદિયામાં આવ્યા હરિ
Apr 15
ગીત Comments Off on મારા રુદિયામાં આવ્યા હરિ
[wonderplugin_audio id=”641″]
મારા રુદિયામાં આવ્યા હરિ
મારી સુરતામાં કૂણી કૂણી પીંછી ફરી
ઘડી હું ફ્રંક ને હું જ બંસરી
ઘડી હું જ હરિવર નકરી
મને ખબર્યું ન પડતી ખરી ..
પળ પળમાં હરિવરની વાંચી,
હું ચબરખી ઉકેલાઉ સાચી
હરિ સોંસરવી હું સંચરી ..
-રમેશ પારેખ
સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : અમર ભટ્ટ