હું મારી મરજીમાં નૈ
May 22
ગીત Comments Off on હું મારી મરજીમાં નૈ
[wonderplugin_audio id=”735″]
હું મારી મરજીમાં નૈં
હરિજી, મુંને એવી મોહાડી ગયા, સૈ
હું શું વરસું? હું શું રેલું? હું શું ઢોળું, તિયાં ?
મન મારું એક જળનો ખોબો – જગજીવન પી ગિયા
સાટામાં મને સતપત ઉજાગરાઓ દૈ.
મીરાં કે પ્રભુ, રમવા આજ્યો ઉતાવળા રથ જોડી
હું અરધી ચોપાટે પટમાં પડી રહેલ કોડી
ખોબામાં તમે ઢાંકો, રમાડો મુંને લૈ.
-રમેશ પારેખ
સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : અમર ભટ્ટ
‘