હવે મંદિરના બારણા ઉઘાડો
May 27
ગીત Comments Off on હવે મંદિરના બારણા ઉઘાડો
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
ચંદ્રમાનું ચંદન અને સૂરજનું કંકુ
આસમાની ઓઢણીમાં ટપકીયાળી ભાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
કે નભના તારલિયા તારી આરતી ઉતારે
ને સમીરની શરણાઇ ગાઇ તુજને સત્કારે
આજે માવડીના મિલનની જાગ્યું અભિરાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
– અવિનાશ વ્યાસ
સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય