જિંદગીનો આ ટુંકસાર
May 13
ગઝલ Comments Off on જિંદગીનો આ ટુંકસાર
[wonderplugin_audio id=”1114″]
જિંદગીનો આ ટુંકસાર છે
ન કિનારો ન મઝધાર છે
જેઓ બીજાનો આધાર છે
તેઓ પોતે નિરાધાર છે
કોઇ જીવે છે ભૂતકાળમાં
કોઇ પળ ભાવીનો ભાર છે
આજ કંઇ પણ નવું ના બન્યું
એ જ મોટા સમાચાર છે
-ડો મુકુલ ચોક્સી
સ્વર : નૂતન સુરતી , મેહુલ સુરતી
સ્વરાંકન : મેહુલ સુરતી