પહેલા વરસાદનો છાંટો

Comments Off on પહેલા વરસાદનો છાંટો


પ્રગતિ ગાંધી
 


 

Click the link below to download

Pahela varsad no chhanto.mp3

 

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને તો ચઢી ગઈ ખાલી રે…

સાસુ ને સસરાજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાતરા
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે….

પિયુજી છપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે…

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે…

– અનિલ જોશી

સ્વરાંકન : કલ્પક ગાંધી
સ્વર : પ્રગતિ ગાંધી

સાત સાત જીવતરની …

Comments Off on સાત સાત જીવતરની …


નિઘી ધોળકિયા

 

 

 

સાત સાત જીવતરની ઊંચી હવેલીમાં
જીવ્યાની પળ જડે નહીં
લમણે લખેલ કાળાં હીબકાં છે, હીબકાંનું
તાકું તો તળ જડે નહીં

કાળમુખી રાત સ્હેજ પાંપણે અડે ત્યાં
આંખ,ગળતી પરોઢ જેવું ચૂવે
કોટીબંધ મોર અમે માર્યાની દંતકથા
મંડાતી પાણીયારે,કૂવે
માથાફોડ વીંઝાતી કાળઝાળ ચર્ચાની
કૂંચી કે કળ જડે નહીં
સાત સાત જીવતરની …..

અંદર ભોંકાય મારું અણિયાળું હોવું
ને પાનીમાં હણહણતા હય ,
એકાન્તે મન સૌ સંકોરી રહેવાનું
સમજણનો સાચવીને લય.
મારામાં બિડાતી હું પોતે હોઉં તોયે
સંકેલી સળ જડે નહીં
સાત સાત જીવતરની ……

– સંજુ વાળા

સ્વર : નિઘી ધોળકિયા

સ્વરાંકન : ડો ભરત પટેલ

… વારી.. વારી .. જઈશું !

Comments Off on … વારી.. વારી .. જઈશું !


Click the link below to download

Vari Vari Jaishu.mp3

 

ધલવલાટ  ધરશું   ‘ને   વારી.. વારી .. જઈશું !
જાતથી   ઝઘડશું   ‘ને    વારી.. વારી .. જઈશું !

ભેળાં  ભેળાં    રમશું  ‘ને વારી.. વારી .. જઈશું !
નથણી  જેમ  જડશું  ‘ને વારી.. વારી .. જઈશું !

ઓળઘોળ કરશું ‘ને વારી..    વારી ..   જઈશું !
આંખથી   ઊભરશું ‘  ને વારી.. વારી .. જઈશું !

વેણે   વેણે   ઠરવાં ,   સુગંધ     જેવું     તરવાં !
ઝીણું  ઝીણું  જરશું ‘ને વારી.. વારી ..   જઈશું !

તંત   તંત      જેનાથી     છે    સભર , સમર્પિત –
વારી  વારી   વરશું  ‘ને વારી.. વારી .. જઈશું !

સ્પર્શ  ઉપસી  આવ્યા  પટોળાભાત   થઈ ત્યાં
રંગ   થઈ  ઊઘડશું ‘ને વારી.. વારી .. જઈશું !

મોરપિચ્છ      વીંઝીને        વેર      વાળવાના
મનસૂબાઓ ઘડશું  ‘ને વારી.. વારી .. જઈશું !

શ્રી !  તમારી   સાથે    સ્વનામ     સાંકળી લઈ
હક    કરી    હરખશું ‘ને વારી.. વારી .. જઈશું !

પળ – પ્રહરના  અવસર ઘડી-ઘડીના ઓચ્છવ
નિત   નવા ઉજવશું ‘ને વારી.. વારી .. જઈશું !

-સંજુ વાળા

સ્વર : નિધિ ધોળકિયા

સ્વરાંકન : ડો ભરત પટેલ

રે લોલ મારી આંખને …

Comments Off on રે લોલ મારી આંખને …

Naresh Solanki
નરેશ સોલંકી

 

 

Click the link below to download

Re Lol Mari Aankh.mp3

 

રે લોલ  મારી  આંખને   દીવા  મળ્યા  નહી
રે લોલ   આંગળીના  હેમાળા  ગળ્યા  નહી

રે લોલ ભુખ્યું   આંભલુ    રડતુતું   રાતભર
રે લોલ  સુના શ્વાસના દરણા  દળ્યા   નહી.

રે લોલ   ભવની  લાપસી  ચુલે  પડી   રહી
રે લોલ કાળી રાતના બળતણ બળ્યા નહી

રે લોલ     અંધકારની    પીપળ  ઉદાસ  છે
રે લોલ  મુળમાથી  બરફ   ઓગળ્યા   નહી

રે લોલ લીલી આગની ઓઢી   છે  ઓઢણી
રે લોલ મારા  વાદળા પાછા  વળ્યા  નહી.

– નરેશ સોલંકી

સ્વર : નિધિ ધોળકિયા

સ્વરાંકન : ડો ભરત પટેલ

@Amit Trivedi