એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

Comments Off on એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

 

 

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !

શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?

દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે

સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !

સ્વર : ઝરણા વ્યાસ

સંગીત : ઉદ્દયન મારુ

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે

Comments Off on જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે


 

જ્યારે કલા, કલા નહીં, જીવન બની  જશે,
મારું  કવન   જગતનું   નિવેદન બની જશે.

શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે
તું   પોતે તારા   દર્દનું   વર્ણન  બની   જશે

જે  કંઈ  હું   મેળવીશ   હંમેશા  નહીં  રહે,
જે. કંઈ  તું  આપશે  સનાતન   બની  જશે.

મીઠા   તમારા   પ્રેમના   પત્રો   સમય જતાં
નહોતી   ખબર   કે  દર્દનું વાચન બની જશે

તારો  સમય કે   નામ છે  જેનું   ફક્ત સમય
એને  જો હું વિતાવું તો  જીવન  બની જશે

તારું છે   એવું   કોણ   કે  માગે સ્વતંત્રતા !
મારું   છે   એવું   કોણ કે બંધન બની જશે.

આંખો મીંચીને ચાલશું અંધકારમાં  ‘મરીઝ’,
શંકા  વધી   જશે   તો  સમર્થન બની જશે.

– મરીઝ

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

કાજળ ભર્યાં નયનનાં કામણ મને ગમે છે

Comments Off on કાજળ ભર્યાં નયનનાં કામણ મને ગમે છે

& nbsp;

 

કાજળ  ભર્યાં  નયનનાં  કામણ  મને  ગમે  છે
કારણ નહી જ  આપું,   કારણ   મને   ગમે  છે

લજ્જા   થકેલી   નમેલી પાંપણ  મને   ગમે  છે,
ભાવે છે  ભાર  મનને,   કારણ   મને   ગમે   છે

હસવું   સદાય  હસવું,   દુઃખમાં સદાય હસવું,
દિવાનગી તણું  આ  ડહાપણ  મને   ગમે   છે.

આવી ગયાં છે આંસુ, લુછો નહીં   ભલા  થઈ,
આ  બારેમાસ   લીલાં  તોરણ  મને   ગમે  છે

જીવન અને મરણની, હર પળ  મને  ગમે   છે,
કે ઝેર પણ   ગમે   છે,   મારણ   મને  ગમે  છે

દિલ તો હવે તને શું દુનિયા એ પણ નહી દઉં,
એ પણ મને ગમે છે, આ પણ   મને   ગમે   છે

લાવે    છે   યાદ   ફૂલો,  છાબો  ભરી-ભરી  ને
છે ખૂબ મોહબ્બતીલી, માલણ  મને  ગમે  છે

‘ઘાયલ’ મને મુબારક, આ ઊર્મિ કાવ્ય મારાં,
મેં   રોઈ   ને   ભર્યાં   છે,  એ રણ મને ગમે  છે

– અમૃત ઘાયલ

સ્વર : મનહર ઉધાસ

ઘાયલને શું થાય છે

Comments Off on ઘાયલને શું થાય છે

 

 

પૂછો તો ખરા
ઘાયલને શું થાય છે ? પૂછો તો ખરા
આંખ મિલાવી આંખ કાં શરમાઇ છે? પૂછો તો ખરા…

પ્રેમનો અંજામ પણ આવો હશે, ના હતી ખબર
દિલ દઇ દિલદાર પણ છોડી જશે, ના હતી ખબર
આંખે આવી શમણાં ક્યાં વિખરાય છે? પૂછો તો ખરા…

દિલ છે તારી પાસને હું દૂર છું, કોને કહું?
આંઘીમાં અટવાયો હુ મજબૂર છું, કોને કહું?
ભૂલ નથી પણ સજા મને કાં થાય છે? પૂછો તો ખરા…

મનમંદિરમાં દેવ બનાવી જેની પૂજા કરતી’તી
આશાના દિવડા પ્રગટાવી ચરણે ફૂલો ધરતી’તી
એ અણમોલા ફૂલો કાં કરમાય છે ? પૂછો તો ખરા…

– અમૃત ઘાયલ

સ્વર : આશા ભોંસલે ,બદરી પવાર

વૈષ્ણવ જન તો તેને કહિયે

Comments Off on વૈષ્ણવ જન તો તેને કહિયે

 

 

વૈષ્ણવ જન તો તેને  કહિયે, જે પીડ પરાઈ જાણે   રે
પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે

સકળ. લોકમાં સહુને  વંદે,    નિંદા   ન    કરે   કેની   રે
વાચ કાછ મન નિશ્ચલ  રાખે   ધન ધન જનની તેની   રે

સમદૃષ્ટિ  ને   તૃષ્ણા  ત્યાગી   પરસ્ત્રી   જેને   માત  રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ  રે

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે

વણ   લોભી    ને  કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો  તેનું દર્શન કરતા  કુળ  એકોતેર તાર્યાં રે

– નરસિંહ મહેતા

સ્વર : ગાર્ગી વોરા, રિયાઝ મીર, નિધિ ધોળકિયા અને સોહેલ બ્લોચ

સંગીત : ડો ભરત પટેલ

નોંધ  :

આવતીકાલે ૧૫ ઓગસ્ટ ૨૦૧૮ થી સમગ્ર દેશ ના બધા જ રેડિયો સ્ટેશન પરથી પ્રસારણ શરૂ થશે. રાષ્ટ્રીય કક્ષા એ આ પ્રસ્તુતિ
નરસિંહ મહેતા નું આ ભજન ફરી રિક્રિએટ , નવી જ રીતે
.

Older Entries Newer Entries

@Amit Trivedi