આવ્યું આવ્યું રે ગુજરાત, સોરઠ કરે સામૈયું
ઝંખતા જીવને સાંપડી છે માત, સાબર પીરસે હૈયું
જે હતી અસ્મિતા કવિના મનમાં શબ્દ થતી સાક્ષાત
ગુર્જરતાના ઇતિહાસી કોડને મળી ભૂગોળની ભાત
સોરઠ કરે સામૈયું

ગળથૂથીમાં કૃષ્ણની રસિકતા હેમચંદ્રનું જ્ઞાન
વહાણવટું જગલક્ષી વણિકનું ગાંધીનાં બલિદાન
સિદ્ધરાજની શાસનશક્તિ પેઢીની શાખનું ભાન
ઘોળ્યું ઘોળ્યું રે સંગાત, સાબર પીરસે હૈયું
આવ્યું આવ્યું રે ગુજરાત, સોરઠ કરે સામૈયું

– કૃષ્ણલાલ શ્રીધરાણી
 
સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : અમર ભટ્ટ