જિંદગીમાં પ્રેમ તો પામી શકો
દંભ લાલચ લોભ ને ત્યાગી શકો

ભાવ જીવનની મધુરતા છે અહીં
આસુંઓ થી વાત ને સમજાવી શકો

એક પળનો પણ વિલંબ મૂર્છિત કરે
આપ મારી લાગણી સમજી શકો

ને છે ખુદાનું નામ બીજું મિત્રતા
યાદ બસ આટલું રાખી શકો
 
-મેઘબિંદુ
 
સ્વર: કાનજી ગોઠી
સંગીત,, સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય