પછી  એક    ભાષા    ગયેલી   પ્રવાસે
પછી   શબ્દ  પેલો  કવિ  થઈ   ગયેલો

પછી શેરીઓ  પર  ઝૂકયા  ગુલમહોરો
પછી   જૂઈને  હું  ય  મળવા    ગયેલો

પછી ક્યાંક તસતસતાં  પ્યાલાં   રડેલાં
પછી  ક્યાંક   દરિયોય   સૂનો   થયેલો

પછી  લીલું   લીલુંય   ભગવો   થયેલું
પછી     સ્પર્શવામાય    સોપો   પડેલો

પછી ત્યાં જ  ભાષા એ ખાધું લથડિયું
પછી શબ્દ  પેલો  જ   લિસ્સો થયેલો

– શ્યામ સાધુ

સ્વર: ડો. ભરત પટેલ
સ્વરાંકન : ડો. ભરત પટેલ