આંખોમાં   તરવરે   છે  તે ભીનાશ મોકલું,
આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું.

તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,
રૂંવે   રૂંવે  ડસે   છે   તે  એહસાસ  મોકલું.

તુજને ગમે તો મોકલું  ખાલીપણાના  ફૂલ
અથવા વળાંકે  ઊભેલો  વિશ્વાસ મોકલું.

વાંચી તો  કેમ  શકશે  તું  શાહીની  વેદના,
ઉકલી શકે તો  લોહીનો અજવાસ મોકલું.
 
– હનીફ સાહિલ
 
સ્વર : સોલી કાપડીયા