તારો રે શણગાર કરતાં, રૂપ અમારું નિખરેજી.mp3

 

 
 

તારો રે શણગાર કરતાં, રૂપ અમારું નિખરેજી
સૂર્ય ઉગે ને પલક માં , ગાઢું ધુમ્મસ વિખરેજી .
તારો રે શણગાર કરતાં..
કુંડળી ના કુંડળ પહેરાવું પહેરાવું , આંસુની મોહનમાળા રે
શ્યામ ભલે હોય કાળા કાળા , તોયે સુંવાળા રૂપાળા રે
શ્વાસ ની મુરલી સાંવરિયાની , સૂર પછીથી નીસરેજી….તારો રે શણગાર કરતાં….

મનનો મુગટ દીધો ઉતારી , શ્યામ ચરણમાં મુક્યો રે
વ્હાલો મોરપીંછ થઈ થઇને ,
હળવે હળવે ઝુક્ચો રે
બ્હાર હવે હું શાને શોધું, તમે જ ભીતર ભીતર રે
તારો રે શણગાર કરતાં ….
 
-સુરેશ દલાલ .
 
સ્વર: પૌરબીવીબેન દેસાઈ અને ડૉ વિજલ પટેલ