આંખો લડી છે,
વીજળી પડી છે.

દિલને સમાલો,
ફૂલની દડી છે.

તારી ગલીમાં—-
દુનિયા નડી છે.

દઈ દો કમાડો,
આંધી ચડી છે.

જીવું કે મરું હું,
કોને પડી છે..!

મૃત્યુ, જીવનની-
ખૂટતી કડી છે.

ગઝલો સુણાવો,
ગીતો સુણાવો,

ભજનો સુણાવો-
અંતિમ ઘડી છે.
 
-“અમર”પાલનપુરી.
 
સ્વર: રિષભ મહેતા ,ગાયત્રીબેન
સ્વરાંકન : રિષભ મહેતા
 
રજૂઆત :તુષાર શુક્લ