હે દીવા! તને પ્રણામ…
અંધારામાં કરતો તું તો સૂર્ય-ચંન્દ્રનું કામ
હે દીવા! તને પ્રણામ…

તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ!
પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં – આગળ ધપ,
ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ.
હે દીવા! તને પ્રણામ…

જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત,
હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત!
તું બુઝાય તે સાથ બુઝાઈ જાતી ચીજ તમામ
હે દીવા! તને પ્રણામ…
 
-રમેશ પારેખ

 
સ્વર: સુરેશ જોશી
સ્વરાંકન :સુરેશ જોશી