છેલ્લા કિરણને ભાળી લઉં આંખો ભરી ભરી.mp3

 

છેલ્લા કિરણને ભાળી લઉં આંખો ભરી ભરી
પાંપણને પછી ઢાળી લઉં આંખો ભરી ભરી

આ આપણી ઉદાર ને રમણીય પૃથ્વીને
રાજી કરું સંભાળી લઉં આંખો ભરી ભરી

આંજણની સાથ ક્યાંક તો કણું પડ્યું હશે
હળવેથી એ પલાળી લઉં આંખો ભરી ભરી
 
– મકરન્દ દવે

 
 
સ્વર :અમર ભટ્ટ
સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ