આવતાં જતાં જરા નજર તો નાખતાં રહો.mp3

 

આવતાં જતાં જરા નજર તો નાખતાં રહો
બીજું કંઈ નહિ તો કેમ છો એટલું કહો
આવતાં જતાં…

જતાં ને આવતાં તમે ભલે સતાવતાં રહો
બીજું કંઈ નહિ તો કેમ છો એટલું કહો
જતાં ને આવતાં…

મેઘ કેરી વીજળી ને આંધિયા ખૂણે ખૂણે
પ્રભુએ દીધું રૂપ એક ચંદ્રને ને તમને

ચાલતાં ચરણ નીચેની કાંકરીય ફૂલ બને
છૂપાઈ કોકિલા તમારા કંઠના મધુવને

ઘૂંઘટમાં ભલે તમારું રૂપ ઢાંકતા રહો
બીજું કંઈ નહિ તો કેમ છો એટલું કહો
આવતાં જતાં…

જતાં ને આવતાં તમે ભલે સતાવતા રહો
બીજું કંઈ નહિ તો કેમ છો એટલું કહો
જતાં ને આવતાં…

શું કરું નજર નજરની તું હરી ગયો
દિલની સાથ દિલ લગાવી ઘર કરી ગયો

ચંદ્ર થઈને તું પૂનમનો મન હરી ગયો
ખાલી પ્યાલીમાં શરાબ તું ભરી ગયો

કદી કદી સિતારનો આ તાર છેડતા રહો
બીજું કંઈ નહિ તો કેમ છો એટલું કહો
જતાં ને આવતાં…

આવતાં જતાં જરા નજર તો નાખતાં રહો
બીજું કંઈ નહિ તો કેમ છો એટલું કહો
આવતાં જતાં…

આ લટકો આ મટકો કરે રે દિલનો કટકો
કહ્યા વગર નજરમાં ઘર કરીને કેમ છટકો

તૂટ્યા જીગર પર ન મારો આંખડીનો ઝટકો
જનાબ મારી આંખમાં ન ખ્વાબ થઈને ખટકો

ભલે જુવાન રૂપનું ગુમાન રાખતાં રહો
બીજું કંઈ નહિ તો કેમ છો એટલું કહો
આવતાં જતાં…

આવતાં જતાં જરા નજર તો નાખતાં રહો
બીજું કંઈ નહિ તો કેમ છો એટલું કહો
આવતાં જતાં…

 
-અવિનાશ વ્યાસ
 
સ્વર: મુકેશ , આશા ભોંસલે
સ્વરાંકન : અવિનાશ વ્યાસ