રડી રડી ને વિખરાઈ રાત ફૂલો પર
તુષાર છે કે છે મારી જ જાત ફૂલો પર

તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું
તરી રહી છે સઘળ કાયનાત ફૂલો પર

પવન ને કાન મરોડી ને કોઈ સમજાવો
ન ખુલ્લે આમ કરે પક્ષપાત ફૂલો પર

ભલા નડ્યા નથી શુ કંટકો કદી એ તને
ફરી ફરી ને તું લાવે છે વાત ફૂલો પર

 
– વિવેક મનહર ટેલર
 

સ્વર : અનિકેત ખાંડેકર
સ્વરાંકન: મેહુલ સુરતી
 
આલ્બમ: અડધી રમત થી